About Us

       ગીતાંજલિ ટ્રસ્ટ સંચાલિત ગીતાંજલિ કોલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ. કોલેજ, તલોદ) શૈક્ષણિક વર્ષ ૨૦૦૨-૦૩થી શિક્ષણના પ્રવાહમાં અવરિતપણે વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ પ્રદાન કરી સમાજ માટે ઉત્તમ ભાવી શિક્ષકો તૈયાર કરે છે.
       ગીતાંજલિ કોલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ. કોલેજ, તલોદ) N.C.T.E., ભોપાલ, ગુજરાત સરકાર, UGC, અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થા છે.
       ગીતાંજલિ કોલેજ ઓફ એજ્યુકેશન (બી. એડ. કોલેજ) તલોદમાં ગુજરાતી માધ્યમ સાથે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો સાથે વ્યવસાયિક લાયકાત (બી. એડ.) મેળવવા માટેની ઉત્તમ તક પૂરી પાડે છે. તદ્દઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્યના ભાવિ માટેના સેમીનાર નિયમિત સ્ટાફ સભ્યો દ્વારા કરવામાં આવે છે.